શંખેશ્વર શહેરમાં ચોરીની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે.
શહેરના હાઈવે પાસે આવેલા સરકારી દવાખાનાની સામે પરમાર બાબુભાઈ મઘાભાઈના બંધ મકાનમાં તસ્કરો ઘૂસીને રૂ. 1.32 લાખનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ,
ઘટના સમયે મકાનધારક પરિવાર અમદાવાદમાં પુત્રને મળવા ગયો હતો.
આ જ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો
અને રોકડ રૂ. 80,000 ઉપરાંત સોનાની ચેન, પોખાની, કડી અને ચાંદીની ઝાંઝર સહિત દાગીનાની ચોરી કરી હતી.
કુલ મળી રૂ. 1,32,400 ની મત્તાની ચોરી થઈ છે.
ચોરી બાદ તસ્કરો ફરાર થઈ ગયા છે.
શંખેશ્વર પોલીસમથકે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
અને પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
