August 3, 2025 3:07 am

Radhanpur : રાધનપુર નગરપાલિકા બેઠકમાં ૨4/25ગ્ની જૂની સદર ગ્રાન્ટના વિપક્ષ વોર્ડ -૧ના કાઉન્સિલર જયાબેન ઠાકોર દ્વારા હિસાબનો સવાલ થતાં ભાજપના હોદેદારો ખુરશી મૂકી ભાગ્યા!

આજરોજ રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા સામાન્ય ન રહી, ત્યારે તણાવભર્યો માહોલ સર્જાયો હતો.

સભા દરમ્યાન પૂર્વ ગ્રાન્ટનો હિસાબ વોર્ડ એક ના કાઉન્સિલર જયા ઠાકોર દ્વારા માંગતાં સવાલ થતા ભાજપના સત્તાવાર હોદેદારો અકળાઈ ગયા અને જવાબ આપ્યા વિના ખુરશી મૂકી બેઠક છોડી ચાલ્યા ગયા.

સભામાં કાઉન્સિલર જયા ઠાકોરે સવાલ કર્યો હતો કે, “જૂની ગ્રાન્ટ કેટલી હતી? એ ક્યાં વપરાઈ? કેટલા કામો ક્યાં થયા? કઈ એજન્સીને કામગીરી સોંપવામાં આવી?” — આમ એક પછી એક પદાર્થભર્યા સવાલો થયા, પરંતુ સત્તાધીશો પાસે કોઈ સંતોષકારક જવાબ ન હતો. જવાબદારી ભરતાની બદલે, બેઠકમાંથી બહાર નીકળી જવાની તેમની ક્રિયા નગરજનતામાં ભ્રમ અને ગુસ્સો પેદા કરી રહી છે.

નાગરિકોનો સારો પ્રશ્ન છે કે, “શું જનતાના ટેક્સમાંથી લેવાયેલા પૈસા ક્યાં વપરાય છે એ જાણવાનો નાગરિકોને હક નથી?” જવાબદાર હોદેદારોની ઊંડતી નારાજગી એ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક પાપ છુપાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

આ ઘટના બાદ કેટલાક વિરોધ પક્ષના સભ્યો તથા નગરજનોએ માંગ ઉઠાવી છે કે નગરપાલિકા ખચારો, કામોની વિગતો અને એજન્સીઓની પસંદગી જેવી તમામ માહિતી જાહેર કરે. નગરસેવકોની અદુરદર્શિતા અને જવાબદારીથી મુંહ ફેરવતી પ્રવૃત્તિઓ સામે લોકજાગૃતિ વધુ ઊભી થઈ રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें