August 31, 2025 5:23 am

Patan : પાટણ જિલ્લાના આંગણવાડી કર્મચારી સંઘ (BMS) દ્વારા રાધનપુરના બાળ વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી 9 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે.

સંગઠને ચેતવણી આપી છે કે જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો 4 ઑગસ્ટે ગાંધીનગરમાં રાજ્યવ્યાપી રેલી અને જાહેર સભાનું આયોજન કરાશે.

પાટણ જિલ્લામાંથી રાધનપુર ખાતે વધુ એક મહત્વના સંઘર્ષના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોના જીવનપ્રાણ પ્રશ્નોને લઈને પાટણ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ (BMS) દ્વારા રાધનપુર CDPOને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અને તાત્કાલિક નિર્ણયો નહીં લેવાય તો આગામી 4 ઑગસ્ટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યવ્યાપી રેલી અને જાહેર સભાનું એલાન આપવામાં આવ્યું છે.

આવેદનમાં BMS સંઘે જણાવ્યું કે છેલ્લાં બે વર્ષથી આંગણવાડી બહેનો સતત રજૂઆતો કરી રહી છે,

પરંતુ સરકારશ્રી દ્વારા ફક્ત આશ્વાસનો આપવામાં આવ્યા છે અને કોઇ પણ મુદ્દે અમલ થયો નથી.

સંઘે ઉઠાવેલા મુખ્ય 9 મુદ્દાઓ:

1. B.L.O.ના વધારાના કામમાંથી મુક્તિ

2. MMY ( મુખ્યમંત્રી મહિલા યોજના)નો સ્ટોક સીધો આંગણવાડીઓ સુધી પહોંચાડવો

3. ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવી

4. બાકી રહેલા ઇન્સેન્ટિવ ચુકવવા

5. નાસ્તા ખર્ચમાં વધારો

6. નાની છૂટછાટના ખર્ચ માટે નિયમિત ભથ્થું

7. વર્ગીકૃત વર્ગોને અનુકૂળ બદલીની વ્યવસ્થા

8. અધિકારીઓ દ્વારા કર્મચારીઓ સાથે માનવ સંબંધી વ્યવહાર

9. કામગીરીના દબાણ વગર યોગ્ય કામગીરીનું મૂલ્યાંકન

સંઘે ચેતવણી આપી છે કે, જો 4 ઑગસ્ટ પહેલાં સંઘના માંગણાં અંગે સરકારશ્રી તરફથી કોઇ નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર રાજ્યની આંગણવાડી બહેનો ગાંધીનગરમાં સત્યાગ્રહ માટે ઊતરી પડશે અને તેના તમામ વિપરીત પરિણામોની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્રની રહેશે.BMS સંઘે આક્ષેપ કર્યો છે કે સરકારશ્રીનું વર્તન અસંવિધાનિક છે અને આંગણવાડી બહેનોના કાયદેસર હકોનું ઉલ્લંઘન કરે છે. હવે આ બહેનો તેમના હિત માટે મક્કમ ચરણે ઉતરવાની તૈયારીમાં છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ