લાઠી તાલુકાના તાજપર ગામમાં અંદાજિત 70 લાખના ખર્ચે નિર્માણ થનારા સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્ય ધારાસભ્ય જનક તળાવીયાના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગામના આંતરિક માર્ગોને સુવિધાયુક્ત બનાવવાનો છે.
આ પ્રસંગે ખાતમુહૂર્તનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી જીતુભાઈ ડેર અને સરપંચશ્રી વિજયભાઈ બારડના હસ્તે સંપન્ન થયો હતો. આ સી.સી. રોડના નિર્માણથી ગામના લોકોને અવરજવરની સુવિધામાં મોટી રાહત મળશે અને ગામના વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.
કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ વિકાસકાર્ય બદલ સાંસદશ્રી તેમજ ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રોડનું નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
