સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા શિક્ષણ મહત્વ આપી લાઠી તાલુકાના કેરાળા ગામે લાખોના ખર્ચ શાળાનું નિર્માણ થાસે
લાઠી તાલુકાના કેરાળા ગામમાં અંદાજિત રૂ. 84 લાખના ખર્ચે બનનારી નવી પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તાજેતરમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી બાબરા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન, બંને મહાનુભાવોએ શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, આ નવી શાળાના મકાનથી વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળશે અને શિક્ષણનું સ્તર ઉંચુ આવશે. સારા ઓરડાઓ સાથે આ શાળામાં પ્રાર્થનાખંડ, આચાર્ય કક્ષ, શિક્ષક કક્ષ, અને રમતગમતના મેદાન સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવીન મકાનનું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે જીલ્લા પંચાયતના સદસ્ય જીતુભાઇ ડેર, તાલુકા પંચાયતના ચેરમેન હિંમતભાઇ એવીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દકુભાઇ પડસાળા, જીલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ભુતૈયા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ, સરપંચ, પંચાયતના સભ્યો, ગ્રામજનો અને શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
