રાજ્ય સરકારની નેમ છે કે લોક કલ્યાણકારી યોજના થકી ગામડાઓને સુખી અને સમૃદ્ધ કરવા :- કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે આજરોજ દૂધસાગર ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતેથી સિદ્ધપુર- માતાનો મઢ, સિદ્ધપુર-ભુજ અને સિદ્ધપુર-સંતરામપુર રૂટની ત્રણ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, એસ.ટી. બસની સેવાઓએ ગામડાઓને જોડવાનું કામ કર્યું છે.
છેવાડાના ગામડાઓ સુધી એસ. ટી. બસ પહોંચી છે. આ બસો લોકોના સુખ દુઃખના પ્રસંગે સેવા આપી રહી છે.
રાજ્ય સરકારની નેમ છે કે લોક કલ્યાણકારી યોજના થકી ગામડાઓને સુખી અને સમૃદ્ધ કરવા.
જેના ભાગરૂપે ગુજરાત સરકાર કામ કરી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં જન સુખાકારી માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા ૧૫૧ લકઝરી બસો આપી છે. જેમાંથી ત્રણ લકઝરી બસો સિદ્ધપુર ખાતે ફાળવવામાં આવી છે.
સિદ્ધપુરથી ભુજ, સિદ્ધપુરથી માતાનો મઢ અને સિદ્ધપુરથી સંતરામપુરના રૂટની નવીન બસો શરૂ કરતાં આનંદની લાગણી અનુભવું છુ.
નવીન બસની ભેટ આપવા બદલ કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, સિદ્ધપુર પાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ, સંગઠનના આગેવાનો સહિત અધિકારીશ્રી- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
