August 2, 2025 8:00 pm

Santalpur : વારાહી ટોલનાકા વિવાદ ફરી ઉકળી આવ્યો :

સાંતલપુર તાલુકાના ૨૫થી વધુ ગામોને ન મળતી લોકલ માન્યતા, લોકોમાં ભારે રોષ

સાંતલપુર: વારાહી ટોલનાકા વધુ એક વખત વિવાદમાં ફસાયો છે.

સિધાડા સુધીના ગામોને “લોકલ” માન્યતા હોવા છતાં,

સાંતલપુર તાલુકાના બાબરા, બાવરડા, કલ્યાણપૂરા, રણમલપૂરા, ગરામડી, રોઝૂ, પીપરાળા, મઢૂત્રા, વૌવા, જાખોત્રા, એવાલ, ચરણકા, બરારા, દાત્રાણા, ધોકાવાડા, આલૂવાસ, પાટણકા, ફાગલી, જઝામ, વરણોસરી, ડાલડી સહિતના ૨૫થી વધુ ગામોને લોકલ માન્યતા આપવામાં આવતી નથી,

જેના કારણે ગ્રામજનોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.

ટોલ ભરવો વિકાસના કામમાં અવરોધ

આ ગામોના સરપંચો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો વારાહી ખાતે આવેલી તાલુકા કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને સિવિલ કોર્ટ જેવા સરકારી કાર્યસ્થળે રોજિંદા કામકાજે જતા હોય છે.

છતાં તેમને દર વખતે ટોલ ભરવો પડે છે, જે વિકાસ કાર્યોમાં નિષ્ફળતા અને ન્યાય મેળવનાં અધિકાર પર અવરોધરૂપ બને છે.

દર અઠવાડિયે થતો તણાવ, શાંતિ માટે પોલીસે જવાબદારી લેવી જોઈએ

વારાહી ટોલનાકા ખાતે વારંવાર વાહનચાલકો અને ટોલ કર્મચારીઓ વચ્ચે વિવાદ સર્જાય છે.

લોકોનું કહેવું છે કે ખાનગી સિક્યુરિટીથી શાંતિ નહીં જળવાય અને સરકારને અહીં કાયમી પોલીસ ચોકી ગોઠવવી જોઈએ.

સ્થાનિકોની ત્રિપુત્રી માંગ:

વારાહી ટોલનાકાને તાત્કાલિક રદ કરીને નવી ટોલપ્લાઝા પીપરાળામાં બનાવવી.

ટોલ પર ખાનગી સુરક્ષા નહીં, પરંતુ પોલીસ ચોકી કાયમી રીતે સ્થપાવવી.

વારાહી ટોલનાકાને કાયમી હટાવવા માટે સરકાર કડક પગલું ભરે.

સ્થાનિક નાગરિકોના મતે, ટોલ કર્મચારીઓ અને અધિકારીઓ દાદાગીરી કરે છે,

સરકાર સમક્ષ અપીલ –

ટોલના કઝિયાનો કાયમી ઉકેલ લાવવો જરૂરી

ગામોના આગેવાનોએ રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી છે કે વર્ષોથી ચાલતો આ કઝિયો હવે અટકવો જોઈએ. ટોલના નામે વિકાસમાં અવરોધ, વિદ્યાર્થીઓનો ભોગ અને સર્વસામાન્ય નાગરિકોની અવગણના થતી અટકાવવી જરૂરી છે.

“સાંતલપુર તાલુકાને ટોલમાંથી આઝાદી મળે એ માટે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવો હવે સમયની માંગ છે,” તેમ ગામના પ્રતિનિધિઓએ કહ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें