મહિલા સુરક્ષા સેવા સમિતિ દ્વારા વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
કેમ્પ માં મોતિયાની તપાસ, નજરની તપાસ, નંબરની તપાસ અને વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન જેવી કેમ્પમાં સેવાઓ મળી હતી. આ કેમ્પ માં 100 (સો) કરતા પણ વધારે લોકોએ સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પ નું ખુબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત મહિલા સુરક્ષા સેવા સમિતિ રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમભાઈ સાંખટ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અશ્વિનભાઈ ચાવડા, છાપરાભાઠા કોળી સમાજ પ્રમુખ નરેશભાઈ ગોહિલ, RSS પ્રમુખ મયુરભાઈ પ્રજાપતિ, મહિલા સુરક્ષા સેવા સમિતિ સુરત શહેર મહિલા પ્રમુખ રેખાબેન ભાલીયા, સુરત શહેર મહામંત્રી વૈશાલીબેન કોળી પટેલ સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- અશ્વિન ચાવડા
