યાત્રાળુઓની સુવિધા માટે રાધનપુરથી રવેચી, વાયા વ્રજવાણી બસ રૂટની માંગ સાથે અધિકારીઓને રજૂઆત
રાપર તાલુકાના ખ્યાતનામ ધાર્મિક સ્થળો જેવા કે શ્રી સતી સ્મારક અને રાધાકૃષ્ણ મંદિર, વ્રજવાણી તેમજ જગપ્રસિદ્ધ રવેચીધામ માતાજી મંદિર, મોટી રવ તરફ શ્રદ્ધાળુઓની સતત અવરજવર રહે છે.
છતાં, આ યાત્રાધામોને જોડતી સીધી બસ સેવા ઉપલબ્ધ ન હોવાથી યાત્રાળુઓ મુશ્કેલીનો સામનો કરે છે.
આ મુદ્દાને લઈ શ્રી સતી સ્મારક અને રાધાકૃષ્ણ મંદિર, વ્રજવાણી તરફથી વિભાગીય નિયામકશ્રી, પાલનપુર એસ.ટી. વિભાગને રજુઆત કરી,
રાધનપુરથી રવેચીધામ સુધી નવી બસ સેવા શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.
વિનંતી પત્રમાં જણાવ્યા મુજબ, સંભવિત બસ રૂટ રાધનપુરથી શરૂ થઈને મોટી પીપળી, વારાહી, સીધાડા, પાટણકા, ફાંગલી, ચારણકા, ધોકાવાડા, બકુત્રા, સાંતલપુર, ગરામડી પાટિયા, મઢત્રા, વૌવા, મીવાણા, બેલા, વ્રજવાણીધામ, આણંદપર, જાટાવાડા, બાલાસરથી રવેચીધામ સુધીનો રહેશે.
રાધનપુર બસ સેવા અંગે આવેદનપત્ર : તંત્રને યાદદીઠ નકલ રવાના
રાધનપુર : વ્રજવાણી ગ્રામ પંચાયતના સમર્થનથી શ્રી સતી સ્મારક અને રાધાકૃષ્ણ મંદિર તરફથી રાધનપુર એસ.ટી. ડેપો ખાતે નવો બસ રૂટ શરૂ કરવા માટે માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
તંત્રને રજુઆત કરતી આ નકલ વિભાગીય સ્તરે અને કેન્દ્ર કચેરી સુધી રવાના કરવામાં આવી છે.
આને અનુસંધાને, આવેદનપત્રની નકલ નીચે મુજબ સવિનય રવાના કરવામાં આવી છે:
ડેપો મેનેજરશ્રી – રાધનપુર એસ.ટી. ડેપો
વિભાગીય નિયામકશ્રી – બનાસકાંઠા એસ.ટી. વિભાગ
સેન્ટ્રલ ઓફિસ – ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિ., રાણીપ, અમદાવાદ
ગ્રામજનોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાને લેતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યકત થઈ છે.
શ્રદ્ધાળુઓના સહુલિયારૂપ આ માંગલિક પગલાની અધિકારીઓ ઝડપથી દિશા આપે તેવી આશા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
