મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ગારીયાધાર વિધાનસભા મતવિસ્તારના મોટા ખુંટવડા ખાતે બસ સ્ટેન્ડ સામે આહિર સમાજની વાડી માં ભાવનગર જીલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયાની સુચના મુજબ મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ બારૈયા ના માર્ગદર્શન હેઠળ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત જન સભા યોજાઈ હતી આ જન સભામાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી મહાનુભાવો દ્વારા સભા ને સંબોધન કર્યું હતું
આ જન સભામાં ઉપસ્થિત મહાનુભાવો પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, અમરેલી લોક સભા પ્રભારી કાંતિભાઈ સતાસીયા, ભાવનગર જીલ્લા પ્રમુખ હસમુખભાઈ દોમડીયા, ગારીયાધાર ધારાસભ્યશ્રી સુધીરભાઈ વાઘાણીના પ્રતિનિધિશ્રી દિપકભાઈ ખુંટ,માધુભાઈ માણીયા,રાજેન્દ્રભાઈ બારૈયા(એડવોકેટ)મહુવા વિધાનસભા પ્રભારી, પ્રદેશ OBC ઉપપ્રમુખ,મહુવા વિધાનસભા સહ પ્રભારી કથડભાઈ ગુડાળા,કાળેલા ગામના સરપંચશ્રી,લખુપરા ગામના સરપંચશ્રી, માંજી સરપંચ મનસુખભાઈ,જીલ્લાના અને તાલુકાના હાલના તેમજ પુર્વ તમામ ઇન્ચાર્જ, પાર્ટીના તમામ કાર્યકરો, યુવાનો ,ખેડુતો,રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો, સમાજના આગેવાનો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ ગુજરાત જોડો સદસ્યતા અભિયાનની જન સભામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આમ આદમી પાર્ટી સાથે દરેક સમાજના આગેવાનો પણ જોડાયા હતા.
આ જન સભામાં સતત છેલ્લા દસ દિવસ સુધી રમેશ જીંજુવાડીયા સાથે તેમના સાથી મિત્રો દ્વારા જે સહકાર આપી જન સભાને ઉજ્જવળ કરી બતાવી તેવા તમામ સાથી મિત્રોનો આભાર રમેશ જીંજુવાડીયા દ્વારા વ્યક્ત કર્યો હતો અને આ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત મોટા ખુંટવડા ખાતે યોજાયેલ જન સભામાં ભાવનગર તથા અમરેલી જિલ્લામાંથી જે કોઈ પણ લોકો પોતાનો કિંમતી સમય આપી આ તકે ઉપસ્થિત રહ્યા હતા તેનો આભાર પણ મોટા ખુંટવડા જીલ્લા પંચાયત ઇન્ચાર્જ રમેશ જીંજુવાડીયા દ્વારા વ્યક્ત કર્યો હતો.
અહેવાલ- અશ્વિન ચાવડા
