સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માલેગામ મેન ઘાટના વળાંક પર નાશિક થી અમદાવાદ શાકભાજી ભરેલી જતી પિકઅપ નં એમ એચ-૧૫એચ એચ ૪૯૪૬નાં ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પિકઅપ માર્ગની સાઈડમા પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જયારે ચાલકના કોઇ પણ જાતની ઈજા પોહચી નહિ અને તેઓનો ચમત્કારિક બચાવ થયેલ છે. આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટે શૈલેષ ગાંગુર્ડે
