August 6, 2025 9:29 am

Patan : નારી વંદન ઉત્સવ ૨૦૨૫ કલેકટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં જીલ્લાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ

મિશન શક્તિની DHEW, BBBP, OSC યોજનાઓની કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરાઈ

મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી સુરક્ષા અને સલામતી પ્રદાન કરવી અને મહિલા સશક્તિકરણ પર ભાર મુકાયો

જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજરોજ નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે મિશન શક્તિ યોજના અંતર્ગત કલેકટર કચેરી, ન્યુ કોન્ફરન્સ હોલ પાટણ ખાતે જિલ્લાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ હતી.

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મિશન શક્તિ યોજના અન્વયે રાજ્ય કક્ષાએ “સ્ટેટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમન” (SHEW), જિલ્લા કક્ષાએ “ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમન” (DHEW) શરુ કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા “ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમન” રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે લાગુ કરવામાં આવેલ છે. ભારત સરકારની નવી મિશન શક્તિ યોજનાની માર્ગદર્શિકા મુજબ જિલ્લા કલેકટરશ્રી યોજનાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.

સદરહું યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી, મહિલાઓને સુરક્ષા અને સલામતી પ્રદાન કરવી અને મહિલા સશક્તિકરણ કરવાનો છે તેમજ કાયદાઓ, યોજનાઓ અને જાતિગત અસામનતા દુર કરવા અંગે સમજુતી આપવાનો છે.

આજની મિટિંગમાં મિશન શક્તિની DHEW, BBBP, OSC યોજનાઓનું કલેકટરશ્રી દ્વારા સમીક્ષા કરી અને યોજનાકીય કામગીરી વધુ અસરકારક થાય તે માટે તેમજ દર માસે વિધવા હયાતી ખરાઈ થયા બાદ પોસ્ટ અને સંલગ્ન બેંકમાં ચુકવણું થાય તેવા પ્રયાસ હાથ ધરવા સુચન કર્યું હતું. વધુમાં તમામ કચેરીઓની મહિલાઓની જાતીય સતામણી અધિનયમ ૨૦૧૩ કાયદા અંતર્ગત કમિટીની રચના થાય અને રચના થયેલ કમિટીની she box પોર્ટલ પર નોધણી થઇ જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

નારી વંદન ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અન્વયે રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ દીકરીઓ તથા બાલિકા પંચાયતની દીકરીઓ અને વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓનું કલેકટરશ્રી તથા કમિટીના સભ્યો દ્વારા સ્ટડી કીટ, ઘડિયાળ અને દીકરી વધામણા કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં સેક્રેટરીશ્રી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પ્રતિનિધિશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રતિનિધિશ્રી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પ્રતિનિધિશ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જીલ્લા રોજગાર અધિકારીશ્રીના પ્રતિનિધિશ્રી, જીલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી(આઈ.સી.ડી.એસ)પ્રતિનિધિશ્રી,જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ની કમિટી સભ્યો, DHEW સ્ટાફ, OSC સ્ટાફ, PBSC સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें