સાંતલપુર (પાટણ): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામે નર્મદા કેનાલ પુલ નજીક આવેલ નાળું છેલ્લા ૧૨ વર્ષથી ખેડુતો માટે પીડાનું કારણ બન્યું છે.
ખેડુતોના જણાવ્યા મુજબ, નાળું બહુ નાની સાઈઝમાં મૂકવામાં આવતું હોવાથી માટી નો ભરાવ અને હડકાયા બાવળો નું સામ્રાજ્ય જામી જાય છે
તેના કારણે નાળુ ભરાઈ જવાના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને રાધનપુર નર્મદા વિભાગ કોઈ પણ જાત ની સાફ સફાઈ કરવામાં આવતી નથી
જેના કારણે ખેડૂતો છેલ્લા બાર વર્ષ થી ખેતરો મા ખેતી કરી સકતા નથી જમીનમાં સતત ભેજ રહે છે તેના કારણે
જેના કારણે ખેતી અશક્ય બની ગઈ છે.
આ નાળાની યોગ્ય રચના ન હોવાને કારણે પાટણકા ગામના અનેક ખેડુતોની જમીન વાવેતર માટે અજોગ બનતી ગઈ છે.
ખેડૂતો છેલ્લા ૧૨ વર્ષથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે
અને અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કર્યા બાદ પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.
ખેડૂતોએ હવે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ નાળું મોટી સાઇઝમાં નહીં મૂકાય તો તેઓ ગાંધી ચિધ્યા માર્ગે શાંતિપૂર્ણ માર્ગે આંદોલન કરશે.
આ માંગણી કરતા ખેડૂતોમાં નીચેના નામો સમાવિષ્ટ છે:
આયર માદેવ ડાયા
આયર જેઠા ડાયા
આયર નારણ માદેવ
આયર પાતા માદેવ
આયર પુંજા રાણા
આયર વશરામ રાણા
આયર રાણીબેન માદેવભાઈ
આયર માદેવ ખોડા
આયર રાણા ભૂરા
આયર કરસન ખોડા
જે તમામની જમીન પાટણકા ગામના સર્વે નં.
304. 305. 306. 307. 308. 309. 310. આ સર્વે નંબર આવેલ છે.
ખેડૂતોની માંગ છે કે
રાધનપુર નર્મદા નિગમ તાત્કાલિક આ મામલે ઝડપ થી કામગીરી કરવામાં આવે અને મોટા માપનું નાળું મૂકે જેથી તેઓ ફરી ખેતી કરી શકે.
તંત્ર દ્વારા જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન ઝડપ પકડી શકે છે
અને તાલુકામાં ખેતી સંબંધિત મુદ્દો વધુ ગંભીર બની શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
