પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામ નજીક આવેલ કચ્છ કેનાલ પુલની બાજુમાં ધરાશાયી થયેલું કાંઠું હાલ પણ જોતું જ રહી ગયું છે.
ગામજનોના જણાવ્યા અનુસાર બે મહિના પહેલા કાંઠું તૂટી પડ્યું હતું,
છતાં હજુ સુધી નર્મદા વિભાગ કે અન્ય કોઈ તંત્ર દ્વારા સમારકામની નાની પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
ફોટાઓમાં સ્પષ્ટ દેખાય છે કે:
સાઈડવોલનો મોટો ભાગ તૂટી પડ્યો છે
કાંકરા અને કોન્ક્રિટના ટુકડા પાણી તરફ ધસી ગયા છે
માર્ગના બાજુમાં ઉંડાણ અને તિરાડો પડેલી છે
સ્થાનિક લોકોનો આક્ષેપ:
“આ ગાબડું માત્ર જમીનનું નહીં પણ તંત્રની ફરજવિમુખતા અને ભ્રષ્ટાચારનું છે.
શું કોઈ મોટી ઘટના બાદ જ તંત્ર ની આખ ખુલ છે
શું તંત્ર ઘટના માટે રાહ જોઈ રહ્યું છે?
બે મહીના થવા છતાં જવાબદારી કઈ દિશામાં છે?
નર્મદા નિગમ અને જિલ્લા તંત્ર શા માટે ચૂપ છે?
લોકમાંગ ઊભી થઈ:
તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે
જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય
ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે મજબૂત મોનિટરિંગ મિકેનિઝમ ઉભું કરાયું જોઈએ
પાટણકા ગામના લોકો હવે આતુરતાથી જોઈ રહ્યા છે કે તંત્ર ની આખ ખૂલે અને જમીન પર કામ શરૂ થાય.
નહિ તો આ “ગાબડું”
ભવિષ્યમાં ભયાનક અકસ્માતનું કારણ બની શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
