બનાસકાંઠા જિલ્લાના સંગઠન કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપુત દ્વારા ભાભર શહેર અને ભાભર તાલુકાના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ના અભિપ્રાય લેવામાં આવ્યા
આવનાર ટૂંક સમયમા તાલુકા અને શહેરના પ્રમુખ હોદેદારોને જાહેર કરવામાં આવશે.
આવનાર સમયમાં જાહેર કરી ગ્રામ મંડળ અને શહેરી વોર્ડ વાઈજ કોંગ્રેસ કાર્યકરોની નિમણુંક કરી.કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા અને આવતા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો નિર્ણાયક પરિણામ માટે તૈયારીઓ બતાવી હતી.
આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાભર તાલુકા અને ભાભર શહેરના કોંગ્રેસ કાર્યકરો હાજરી આપી પોતપોતાના વિસ્તારમાં આવનાર ચૂંટણી દરમિયાન મોટું સંગઠન સાથે મજબૂતાઈ થી ચૂંટણી લડવાનું જણાવ્યું હતું.
આ સેન્સ પ્રક્રિયા ના અભિપ્રાયો આવનાર સમયમાં તાલુકા શહેર પ્રમુખ જાહેર થશે.
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
