મામલતદાર સાહેબ શ્રી દ્વારા મહિલાઓ ના શિક્ષણ, રોજગારી અંગે માહિતી આપવામાં આવી સાથે જણાવવામાં આવેલ કે કાર્ય સ્થળ પર મહિલાઓ ને પડતી મુશ્કેલીઓ કે અસુરક્ષા અનુભવાય તો તેઓ કોઈ પણ જાતની શેહ શરમ રાખ્યા વિના નોડેલ ઓફિસર તરીકે તેમને રજુઆત કરી શકે છે તેમને જણાવેલ કે પોશ કાયદા અંતર્ગત જે ફરિયાદ આવશે તેમને ચોક્કસ ન્યાય મળશે, રાપર તાલુકા ની ગંગા સ્વરૂપા યોજના હેઠળ કોઈ એકલબહેન લાભ થી વંચિત ન રહે તે માટે સતત પ્રયાસો મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવી રહ્યા છે. કામકાજ ની જગ્યાએ મહિલાઓના યૌન ઉત્પીડન, રોકથામ, નિદાન અને નિવારણ અધિનિયમ 2013 અંગે વિસ્તુત જાણકારી એડવોકેટ મહેશદાન ગઢવી દ્વારા આપવામાં આવેલ, રાપર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ જસવંતીબેન મહેતા દ્વારા મહિલા સુરક્ષા પર વાત કરવામાં આવેલ.
એકલનારી શક્તિ મંચના ઉપ પ્રમુખ હલીમાબેન સોઢા દ્વારા શોષિત અને પીડિત મહિલાઓ ને આસરો મળી રહે તે માટે તાલુકા માં એક સ્થળ મળી રહે તેવી રજૂઆત કરવામાં આવેલ, પોશ કાયદા ની નાગરિકો માં સમજ બને તે માટે મામલતદાર શ્રી અને સ્ટેજ પર બેઠેલા મહેમાનો દ્વારા પોશ કાયદા ની પત્રિકાઓ આપવામાં આવેલ, દેશ માં મહિલાઓ સુરક્ષિત રીતે કામ કરી શકે, કાયદાઓની જાણકારી મેળવી શકે અને શસક્ત બને તે અંગે સામાજિક કાર્યકર અનિલ ધેડા દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ, એક્શન એઇડ, તાલુકા કાનૂની સેવા સમિતિ અને એકલનારી શક્તિ મંચ દ્વારા યોજાયેલ કાર્યક્રમ માં રાપર તાલુકા ના ચાર ગામો અને રાપર શહેર ના 9 વિસ્તારોના 180 થી વધારે મહિલાઓ જોડાયેલ અને પોતાની આપવીતી તેમજ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો પેનલ સમક્ષ મુકવામાં આવેલ. પોશ કાયદાના આ અભિયાન ને રાપર તાલુકા ના ગામડાઓ સુધી લઇ જવાની મહિલાઓ નેમ વ્યક્ત કરેલ, કાર્યક્રમ માં નગરપાલિકા ના સદસ્ય યસુમતિબેન દ્વારા આ જાગૃતિ ના કાર્યને સરાહનીય કામગીરી તરીકે અભિનંદન આપેલ, કાર્યક્રમ ને સફળ બનાવવા મા પી એલ વી ના કાર્યકર બહેનો હાજર રહેલ પોશ કાયદા અંતર્ગત ની આ શિબિર અને અભિયાન નુ સંચાલન સામાજિક કાર્યકર્તા અનિલ ધેયડા દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ એકલ નારી શક્તિ મંચ ના શહેરબાનુ બેન સિદી દ્વારા કરવામાં આવેલ.
અહેવાલ વરજાંગ રાઠોડ રાપર કચ્છ
