August 6, 2025 9:47 am

Santalpur : સાંતલપુર તાલુકા કોંગ્રેસની વિસ્તારક બેઠક અને સેન્સ પ્રક્રિયા વારાહી ખાતે યોજાઈ

વારાહી, તા. 05 ઓગસ્ટ 2025

સંગઠન સૃજન અભિયાન અંતર્ગત સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક તથા તાલુકા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા આજે વારાહી મુકામે યોજાઈ હતી.

બેઠકમાં મંડળ અને સેક્ટર સ્તરે સંગઠન મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું.

આ બેઠકમાં પાટણ જિલ્લા કોંગ્રેસના મુખ્ય નિરીક્ષકશ્રીઓ શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર (પૂર્વ ધારાસભ્ય, મોડાસા), શ્રી કમલેશભાઈ પટેલ (પૂર્વ જિલ્લા પ્રમુખ, સાબરકાંઠા) તથા શ્રી ઘેમરભાઈ રબારી (જિલ્લા પ્રમુખ, પાટણ) શ્રી રઘુભાઈ દેસાઈ(પૂર્વ ધારાસભ્યશ્રી,

સંતાલુપર તાલુકા પ્રમુખ કંકુબેન લાલાભાઈ

જયા બેન ઠાકોર (પ્રમુખ મહિલા કોંગ્રેસ પાટણ જિલ્લા)

ભચાભાઈ આહીર (મહામંત્રી ગુજરાત કોંગ્રેસ)

હરદાસભાઈ આહીર (પુર્વ પ્રમુખ સાંતલપુર તાલુકા પંચાયત)

અણદુભા જાડેજા (પુર્વ ઉપ પ્રમુખ સાંતલપુર તાલુકા

પુર્વ સાંતલપુર તાલુકા પ્રમુખ કોંગ્રેસ જાહિદખાન 

ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક આગેવાનો, યુવા નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ બેઠક દ્વારા આગામી ચૂંટણીને ધ્યાને રાખીને સંગઠનના ધોરણે નીતિગત ચર્ચાઓ કરવામાં આવી અને ગ્રાસરૂટ સ્તરે કાર્યવિઘ્નો દૂર કરવા નિર્ણયો લેવાયા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें