લોકસંપર્ક અને સંગઠન મજબૂત સગઠન પર થઈ ચર્ચા
રાધનપુર વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ આગેવાનો દ્વારા ઝઝામ ખાતે આવેલ પાવન લુણેશ્વર મહાદેવ મંદિરે “ચિંતન શિબિર-2” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા સંગઠનનું પુનર્ગઠન કરવાની દિશામાં ચર્ચા કરવામાં આવી હતી.
શિબિર દરમિયાન લોકસંપર્ક અભિયાનને તેજ કરવા, તળિયા સ્તરે કાર્યકર્તાઓને સક્રિય બનાવવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ બેઠકમાં સાંતલપુર તાલુકાના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, ગામડાંના સરપંચશ્રીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો દ્વારા વિવિધ સૂચનો આપવામાં આવ્યા તેમજ આગામી રાજકીય દિશા માટે સહમતિ વ્યકત કરવામાં આવી.
પક્ષના પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્તરે વધુ સક્રિયતા લાવવા માટે કાર્યયોજનાનું નિર્માણ કરવાની અને ગામડા સુધી કોંગ્રેસનો પહોંચ વધારવાની યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
