મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા NGES કેમ્પસ કોલેજ મ્યુજીયમ હોલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 હેઠળ કાયદાકીય માર્ગદર્શન હેતુ સેમિનાર યોજવામાં આવ્યો હતો.
સેમિનાર વિશે એડવોકેટ દર્શનાબેન દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ -૨૦૧૩ અંતર્ગત કાયદા વિશે વિસ્તૃત માહિતી હાજર વિધાર્થીઓ ને માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં કોઈપણ મહિલાની જાતે સતામણી થાય તો ક્યાં ફરિયાદ કરવી તેનો નિરાકરણ કેવી રીતે લાવવું કોને ફરિયાદ કરવી અને તે માટે કંઈ કમિટીની રચના કરેલ છે તેમજ તે વિશે કાયદામાં કઈ કઈ સજાની જોગવાઈ છે તેની માહિતી આપી હતી.
જીલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ દ્વારા બાળ સુરક્ષા વિશે યોજનાકીય માહિતી હાજર બહેનો ને આપવા માં આવી ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘાબેન દ્વારા મહિલા કલ્યાણ ની યોજનાકીય માહિતી તેમજ પ્રોફેસર અવનીબેન આલ દ્વારા આજના સેમિનાર ને અનુરૂપ ઉદબોદન કરેલ જેમાં જાતીય સતામણી 2013 માં કઈ કઈ કાયદાની જોગવાઈ છે તે વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ સેમિનામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામી, પી આઈ શ્રી પી.પી.મેણાત, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી કેતનભાઈ પ્રજાપતિ, એડવોકેટશ્રી દર્શનાબેન પટેલ, લો કોલેજ પ્રોફેસરશ્રી અવનીબેન આલ. પ્રોફેસરશ્રી લીલાબેન સ્વામી ભગીની સમાજ,DHEW સ્ટાફ વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
