August 7, 2025 5:19 am

Patan : વાગડોદ પો.સ્ટે. વિસ્તારમાંથી મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા કુલ-બે (૦૨) “બોગસ ડોકટર” ઝડપી પાડતી પાટણ એસ.ઓ.જી. શાખા, પાટણ

શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ, તથા I/C પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ જે.જી.સોલંકી પાટણનાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ વાગડોદ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે (૧) મોજે ભીલવણ ગામે ડેરીની સામે ભાડાની દુકાનમાં મહમદ સલીમભાઇ હમીદભાઇ દાવડા મુળ.રહે. કાટવાડ મોમીનવાસ તા. હિંમતનગર જી.સાબરકાંઠા હાલ. રહે.ભીલવણ તા,સરસ્વતિ જી.પાટણવાળા તથા (૨) મોજે વદાણી(લક્ષ્મીપુરા) ગામે પાણીના ટાંકાની સામેની ગલીમાં ગલીમાં ભાડાના મકનમાં અબ્દુલ રઉફ કોવડીયા રહે. હિંમતનગરવાળા કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી અનુક્રમે કિ.રૂ. ૪૪ર૧.૭૨/-તથા કિ.રૂ. ૨૮૫૨/- નામુદ્દામાલ સાથે બંને ઇસમોની ધરપકડ કરી બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો કરેલ હોય તેઓના સામે ગુન્હો વાગડોદ પો.સ્ટે. ખાતે રજીસ્ટર કરાવવામાં આવેલ છે. જેની આગળની તપાસ વાગડોદ પોલીસ ચલાવી રહેલ છે.

આરોપીઓની વિગત:-

(૧) મહમદ સલીમભાઇ હમીદભાઇ દાવડા મુળરહે. કાટવાડ મોમીનવાસ તા.હિંમતનગર જી.સાબરકાંઠા હાલ. રહે. ભીલવણ તા.સરસ્વતિ જી.પાટણ

(૨) અબ્દુલ રઉફ કોવડીયા મુળરહે. ગઢા તા.હિંમતનગર જી.સાબરકાંઠા હાલ રહે. વદાણી તા.સરસ્વતી જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિં.રૂ. ૪,૪૨૧.૭૨/-

(૨) ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ કિં.રૂ. ૨,૮૫૨/-

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें