સ્થિત ગુજરાત પોલીસ અકાદમી ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહમાં ગુજરાત પોલીસ દળમાં પ્રસંશનીય કામગીરી અને વિશિષ્ટ સેવા બદલ માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માનિત થઈ ગુજરાતને ગૌરવ અપાવનાર 118 જેટલા પોલીસ અધિકારી-કર્મીઓને પોલીસ ચંદ્રકથી અલંકૃત કરી અભિનંદન પાઠવ્યા હતા
મુખ્યમંત્રીશ્રીએ પોલીસ જવાનોની કર્તવ્યનિષ્ઠા તેમજ તેમના પરિવારના સમર્પણ ભાવને બિરદાવતાં જણાવ્યું હતું કે, દિવસ-રાત વાર-તહેવાર જોયા વિના પ્રજાની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે કર્તવ્યરત પોલીસ જવાનોના સેવાભાવને જ્યારે મેડલ્સથી સન્માનિત કરવામાં આવે, ત્યારે આ મેડલ્સ સમગ્ર પોલીસ દળનું સ્વાભિમાન બની જાય છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુરક્ષા દળોમાં અપનાવેલ ટેક્નોલોજીયુક્ત અભિગમને બિરદાવી, વધુમાં વધુ યુવા પોલીસ જવાનોને 2029 માં અમદાવાદમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પોલીસ અને ફાયર ગેમ્સમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પોલીસને સમાજની સલામતી અને સુરક્ષાનું અનિવાર્ય અંગ ગણાવી, વિકસિત ભારત માટે સમૃદ્ધ, સુરક્ષિત, શાંત અને સલામત ગુજરાત થકી વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
