સરકારની તમામ યોજનાઓ મૂળ નિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે છે:-મંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂત
કેબિનેટમંત્રી શ્રી બલવંત સિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં ભીલવાસ સિદ્ધપુર ખાતે ભગવાન બીરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે મહાન આદિવાસી નાયક ભગવાન બીરસા મુંડાજીને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ ભગવાન બિરસા મુંડાની બહાદૂરી અને આદિવાસી હિત માટેના તેમના યોગદાનને યાદ કરી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ નિમિત્તે સિદ્ધપુર ખાતે ભીલવાસથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓ મૂળ નિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ, મહિલા સશક્તિકરણ જેવી અનેક જાગૃતિલક્ષી અને લાભ લક્ષી યોજનાઓના માધ્યમથી મૂળ નિવાસી સમાજને નવી દિશા અને વિકાસ તરફ લઇ જવામાં આવી રહ્યો છે. આજનો કાર્યક્રમ મૂળ નિવાસી વારસાની ગૌરવગાથાને ઉજાગર કરે છે અને ભવિષ્યમાં વધુ સશક્ત સમુદાયના નિર્માણ માટે પ્રેરણા આપે છે.
આ કાર્યક્રમમાં શ્રી વિપુલભાઈ રાણા, શ્રી સુરેશભાઈ ભીલ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી રણજીતભાઈ સોલંકી, શ્રી અંકુરભાઈ મારફતિયા, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી મિહિરભાઈ પાધ્યા, શ્રી જે.ડી પટેલ, શ્રી ભરતભાઈ મોદી, સર્વે આયોજકો, સંગઠનના હોદ્દેદારો, તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
