આહવા તાલુકાના ગામે ગામથી આદિવાસીઓએ બારીપાડાગામમાં ભેગા થઇ ભવ્ય રેલી કાઢી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. ડાંગ જિલ્લાના ના આગેવાનોએ દર વખત ની જેમ પણ ચાલુ વર્ષેમાં બારીપાડા ગામે પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો હતો
જેમાં ગામના અને ગામ બાહાથી આવેલા આગેવાનો અને વડીલોએ પુરજોશથી ભાગ લીધો હતો ગ્રામજનોની આગેવાનીમાં કુકણા, કુંબી સમાજથી નીકળેલ ભવ્ય રેલીમાં હજારોની સંખ્યામાં જન્મેદી ઉમટી પડ્યું હતું આદિવાસી વાંજિત્રોની સાથે સાથે ડીજે અને કાહળે ઉપર પણ લોકો હર્ષોલ્લાસથી આદિવાસી ગીતો પર ઝુમતા જોવા મળયા હતા.આ ઉપરાંત આદિવાસી સંસ્કૃતિની ઝલકો પણ નજરે પડી હતી.જેમ કે પરંપરાગત આદિવાસી વેશુભુષામાં લોકો અને સ્કૂલના નાના બાળકોએ સંગીત પરંપરાગત આદિવાસી લોકગીતો સાથે નૃત્ય કરતા જોવા મળ્યા હતા
રિપોર્ટર શૈલેષ ગાંગુર્ડે
