આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જાણીતા ઉદ્યોગપતિ શ્રી જયપ્રકાશ કેલા, અતિથિ વિશેષ તરીકે જાણીતા બિલ્ડર શ્રી કિરીટભાઇ રાજગોર, આશીર્વચન પાઠવવા શ્રી પ.પૂ.૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી સ્વામી રવિશરણાનંદ ગીરીજી , વિશેષ ઉપસ્થિત તરીકે રીજનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા, કરણાવત સ્કૂલના પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ પટેલ, પ્રાંતના મહામંત્રી શ્રી વિશ્વેશભાઇ જોષી, પ્રાંત રાષ્ટ્રીય સમૂહગાન સંયોજક શ્રી લલિતભાઈ મહેશ્વરી, શાખા નાં પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા, મંત્રી શ્રી મુકેશભાઈ મોઢ, ખજાનચી શ્રી ભરતભાઈ પંચાલ, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા નાં સંયોજક શ્રી વિનોદભાઈ પટેલ અને સહ સંયોજક શ્રી વિપુલભાઈ સોની, મહિલા સહભાગિતા શ્રીમતી નિમાબેન પંચાલ તથા શાખાના ૫૦ થી વધુ સન્માનીય સભ્ય ભાઇઓ તથા બહેનો અને વિવિધ શાળાઓના ૨૦૦ થી વધુ બાળકો, સંગીત નાં શિક્ષકો, વાદ્યકારો ની હાજરી મા કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.
વિજેતા ટીમને મહેમાનો નાં હસ્તે શિલ્ડ તથા સર્ટિફિકેટ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી કુલીશભાઇ જોષી એ કર્યું હતું. અંતે શાખા નાં મંત્રી શ્રી મુકેશભાઈ મોઢે સફળ કાર્યક્રમ માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રચાર સમિતિ સંયોજક શ્રી ભાવેશભાઈ જોષી ના નમસ્કાર
….. વંદે માતરમ્….
અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા
