August 11, 2025 5:50 pm

Gadhinagar : અખિલ ભારત હિંદુ મહાસભા ગૌરક્ષક દ્વારા સભ્યોના નવા સમાવિષ્ટ માટે બેઠક અને મહાસંમેલન અંગેની જાહેરાત

તા-10-8-2025 ના દિવસે ગાંધીનગરના ભારતમાતા હોલ ખાતે અખિલ ભારત હિંદુ મહાસભા ગૌરક્ષક દ્વારા ખાસ બેઠક યોજાઈ, જેમાં સંગઠનની સદસ્ય સંખ્યા વધારવા તથા કાર્યક્ષેત્ર વિસ્તરણના હેતુસર ઘણા નવા સભ્યોને સંગઠનમાં ઉમેરવામાં આવ્યા.

આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કિશોરભાઈ ઠક્કર ની આગેવાનીમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ અને નિર્ણયો લેવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે:

“હિન્દુ રાષ્ટ્રીયતાનું પુનર્જાગરણ અને ગૌમાતા રક્ષા માટે કાર્ય કરવું એ સંસ્થાનું મુખ્ય ધ્યેય છે. નવા સભ્યોના ઉમેરાથી સંગઠન વધુ સશક્ત બનશે.”

બેઠકમાં હિન્દુ મહાસભા ગૌરક્ષક રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિરમભાઈ દેસાઈ એ સ્થાનિક કાર્યની સમીક્ષા આપી અને સંગઠનની નવી રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે:

“અમે ગુજરાતના તમામ જીલ્લામાં વિશાળ સ્તરે સંઘટન ફેલાવી રહ્યા છીએ. ગામડાઓ સુધી જાગૃતિ લાવવી એ અમારું લક્ષ્ય છે.”

📢 આવનાર કાર્યક્રમ – મહાસંમેલન જાહેર:

અખિલ ભારત હિંદુ મહાસભાના ગૌરક્ષક વિભાગ દ્વારા તારીખ 26/08/2025 ના દિવસે ગાંધીનગર ટાઉન હોલ (સેક્ટર-17) ખાતે વિશાળ સ્તરે \\”ગૌરક્ષા મેળવળા”\\નું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવનારા કાર્યકરો, ગૌભક્તો તથા અગ્રણી વ્યક્તિઓ હાજરી આપશે.
મેળવળામાં નીચેના મુદ્દાઓ પર વિશેષ દ્રષ્ટિ આપવામાં આવશે:

ગૌરક્ષા માટેના સઘન પગલાં
હિન્દુ સમાજમાં સંગઠન શક્તિ
યુવા પેઢીમાં સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવના વૃદ્ધિ
સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે સહયોગ પ્રદાન કરવાની યોજનાઓ

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ટિમ કાર્યરત છે અને તમામ હિન્દુ સંગઠનો તથા સમાજને સહયોગ માટે આમંત્રણ પાઠવવામાં આવે છે.

📞 સંપર્ક માહિતી:
👉 શ્રી કિશોરભાઈ ઠક્કર (રાષ્ટ્રીય મહામંત્રી)– +91 9979172552
👉 શ્રી વિરમભાઈ દેસાઈ (અખિલ ભારત હિન્દુ મહાસભા ગૌરક્ષક રાષ્ટ્રીય અધ્યક્ષ )+91 95373 51111
જય હિંદ! જય ગૌમાતા!
અખિલ ભારત હિંદુ મહાસભા

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ

Banaskatha : વંદે માતરમ્ , ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૧૦/૦૮/૨૦૨૫, રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા (ચેતના કે સ્વર) શહેરની વિવિધ ૧૪ સ્કૂલો ના બાળકો વચ્ચે એમ બી કર્ણાવત વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal