સમી તાલુકા ના ગામોની 53 ગ્રામ પંચાયતના સરપંચો માંથી નવીન અને જૂના સરપંચોની સમી પોલીસ સ્ટેશન ખાતે મીટીંગ નું આયોજન સમી પોલીસ સ્ટેશન ના નવીન પીઆઇ એ. પી.જાડેજા ના અધ્યક્ષ સ્થાને સમી યોજવામાં આવેલ હતું પી આઈ શ્રી એ. પી જાડેજા દ્વારા તમામ સરપંચોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દીકરીઓ સાથે બનતા અણ બનાવો ટાળવા માટે ભાર મૂક્યો હતો બાળકો મોડા સુધી રાત્રે ફોન થી ગેમો નારમે તેમજ સોશિયલ મીડિયા દુરુપયોગ અને સાયબર ક્રાઇમ સામે ગ્રામજનો જાગૃત થાય વગેરે પર ભાર મૂકવામાં આવ્યો હતો
અને સરપંચો દ્વારા જાહેર જગ્યાઓ જેવી કે ધાર્મિક મંદિરો દૂધ ડેરી. ગ્રામ પંચાયત ઘર જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો અનેક ગેર પ્રવૃત્તિઓ થતી પણ અટકી શકે તેવી સલાહ આપેલ હતી હાજર રહેલ સરપંચોના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા હતા અને તમામ પ્રશ્નો હલ કરવા પણ પીઆઇ શ્રી એ. પી. જાડેજા દ્વારા ખાતરી આપવામાં આવી હતી જેમાં કોઇ પણ અસામાજિક થતી પ્રવૃતિઓ અટકાવવા માટે પીઆઇ દ્વારા કડક કાર્યવાહી કરવા માં આવશે તેવી ખાત્રી આપવા મા આવેલ હતી આ પ્રસંગે સમી તાલુકાના 70 કરતા વધારે જુના અને નવીન ગ્રામ પંચાયતોના સરપંચો અને સરપંચ પતિઓ ડે.સરપંચો સહિત આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન સમી પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવવામાં આવેલ હતું..
અહેવાલ સુરેશભાઈ પરમાર સમી
