બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ડાભી સાહેબ તેમજ મહામંત્રી કાપડિયા અમૃતભાઈ સાહેબ ની પ્રેરણાથી આજરોજ સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ના ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણા માધ્યમિક શાળા ના આચાર્ય ધીરજભાઈ પરમાર સાહેબ તેમજ શિક્ષક મિત્રો સાથે પોલીસવડા કચેરી જોરાવર પેલેસ પાલનપુરની મુલાકાત લીધી મનોજભાઈ પરમાર( કાયદા અધિકારી પાલનપુર એસ.પીઓફિસ ) અમારી સાથે રહી સાહેબશ્રીની મુલાકાત કરાવી જિલ્લા પોલીસવડા શ્રી અક્ષયરાજ મકવાણા એ તેમની ઓફિસમાં બાળકો અને શિક્ષકોને આવકાર્યા .
સંસ્થા દ્વારા સાહેબશ્રીને પુષ્પગુચ્છ આપી તેમજ રાખડી બાંધી તેમનું સન્માન કરવામાં આવ્યું. આ કચેરી દ્વારા સમગ્ર જિલ્લાનું સંચાલન કેવી રીતે થાય છે તે વિદ્યાર્થી ઓને સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું તથા બાળકોના પ્રશ્નના જવાબો આપીને બાળકોને મોટિવેશન પૂરું પાડ્યું સાહેબ શ્રી દ્વારા બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરવામાં આવ્યું .છેલ્લે પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનાબેન જે મકવાણા દ્વારા સાહેબ શ્રી નો આભાર વ્યક્ત કર્યો.
રિપોર્ટર રાવળ અસ્મિતા બળવંતભાઈ -પાલનપુર બનાસકાંઠા
