શ્રી કબીર મંદિર (કુંવર બા સ્કૂલ) ખાતે કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં નાના બાળકો શ્રી કૃષ્ણ ની વેશભૂષામાં સજ્જ થઈ આવ્યાં હતાં જેમના હાથે મટકી ફોડ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમા પ્રાંત મહામંત્રી શ્રી વિશ્વેશભાઇ જોષી, પ્રમુખ શ્રી દુર્ગેશભાઇ કેલા, મંત્રી શ્રી મુકેશભાઈ મોઢ, મહિલા સહભાગિતા શ્રીમતી નિમાબેન પંચાલ, આર્થિક સહયોગી શ્રીમતી પુનમબેન મોદી પરિવાર, ભૂતપૂર્વ પ્રમુખો તથા શાખાની ૭૦ થી વધુ બહેનો અને ૩૦ જેટલા ભાઇઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભજન મંડળની બહેનો એ શ્રી કૃષ્ણ મહિમા ના સુંદર ભજન પ્રસ્તુત કરી મહોત્સવ નેં આનંદમય બનાવ્યો હતો અને ભાવિકોને ભક્તિ ના રંગમાં તરબોળ કરી દીધા હતા. ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા સૌ ભાવિકો માટે ફરાળી ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રચાર સમિતિ સંયોજક શ્રી ભાવેશભાઈ જોષી ના નમસ્કાર
…….. વંદે માતરમ્…….
અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા
