ગંદુ પાણી પીવાના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગટરના ગંદા પાણી જેવું પીવાનું પાણી અને ફીણ જેવું પાણી પીવા મજબૂર બન્યા
ગંદુ પાણી પીવાથી લોકોમાં પેટના રોગો, તાવ અને ડાયરિયા ફેલાતા જોખમ વધ્યું છે.
રાધનપુરના બાદલપુરા, કલ્યાણપુરા સહિતના અનેક ગામોમાં દુષિત પાણી આવતું હોવાની લોકોની રાવ,લોકો સહીત પંચાયતના સરપંચો અને ગ્રામજનોની અનેક ફરિયાદો છતાં કોઈ નિરાકરણ નહી
રાધનપુર નાયબ કાર્યપાલક ઈજનેર અને પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે અનેક સવાલો
આ બાબતે તાત્કાલિક પગલાં નહીં લેવાતા, રોગચાળો ફેલાવાની ભીતિ વધી રહી છે.
વિસ્તારમાં ગંદુ પાણી આવતા પાણીજન્ય રોગો અને તાવ, માથું, ઝાડા વગેરે રોગોએ માથું ઉંચક્યું
રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં,,પીવાનું પાણી ડહોડું આવતા ગન્દુ પાણી પીવા લોકો મજબુર
લોકોને સ્વચ્છ પાણી માટે તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી લોકોની માંગ, મીડિયાના માધ્યમ થી લોકોને હાલ આ પાણી ઉકાળી ને પીવાની સલાહ આપવામાં આવે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
