વોર્ડ-૧ની કાઉન્સિલર જયાબેન ઠાકોર ની આગેવાની હેઠળ અનોખો વિરોધ નોંધાયો.
શહેરમાં વગર વરસાદે જ ૨૪ કલાક પાણી ભરાઈ જવું,
તેમજ રસ્તાઓ પર ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો થતા હોવાના મુદ્દે મહિલા શહેર પ્રમુખ સમીરાબેન તથા સ્થાનિક રહીશો પાણી ભરાયેલા માર્ગ પર એકત્ર થયા.
અહીં ઝાડનું વાવેતર કરીને પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો.
આ દરમિયાન ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક રહીશોએ તેમને મગર સાથે સરખાવતા પોસ્ટરો જાહેર રસ્તાઓ પર ચોંટાડ્યા હતા.
આ અનોખા વિરોધને કારણે શહેરમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
આવનારા દિવસોમાં સોલ્યુસન નહીં આવે તો રસ્તો રોકો અને રસ્તો બઁધ નું એલાન રહીશો દ્વારા કરવામાં આવશે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
