ઓપરેશન સિંદૂર સહિત અલગ અલગ થીમ પર ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે:- પ્રથમ ક્રમે વિજેતા ગણેશ પંડાલને પાંચ લાખનું ઈનામ
પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પાટણ ખાતે ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવવુ
ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગરના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સિવાયનાં ૨૯ જીલ્લા મથક ખાતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા – ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતા ૨૦૨૫ ના આયોજન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જેમાં કલેકટર શ્રી તુષાર ભટ્ટે પત્રકારો અને ગણેશ પંડાલના આયોજકોને માહિતી આપતાં જણાવ્યું કે ગણપતિ ઉત્સવ દરમ્યાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ પાંચ આશ્વાસન એમ કુલ આઠની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
ગણેશ પંડાલનાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી( ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિન્દૂર- દેશ ભક્તિ, સ્વદેશી, પંડાલ સ્થળની પસંદગી ( ટ્રાફિક કે આસપાસનાં લોકોને અડચણ રૂપ ના થાય) , સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી અને ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવૃતિઓને ધ્યાનમાં રાખી જીલ્લામાંથી સ્થાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા એક શ્રેષ્ઠ પંડાલની પસંદગી કરવામાં આવશે.
આ માટે જિલ્લા રમતગમત કચેરી ખાતે ગણેશ પંડાલ નું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જિલ્લાની મૂલ્યાંકન કમિટી પંડાલની મુલાકાત લેશે અને નિર્ણાયક કમિટી શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલની પસંદગી કરશે. શ્રેષ્ઠ પંડાલના ફોટા-વિડીયો તેમજ અન્ય જરૂરી વિગતો કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરને મોકલવામાં આવશે.
પસંદગી પામેલ ૧ થી ૩ ક્રમે આવેલ ગણેશ પંડાલનાં વિજેતાઓને ગુજરાત સરકાર તરફથી પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫,૦૦,૦૦૦/-( પાંચ લાખ પુરા) દ્રિતીય ક્રમે વિજેતાને રૂ.૩,૦૦,૦૦૦/- ( ત્રણ લાખ પુરા) તૃતીય ક્રમે વિજેતાને રૂ. ૧.૫૦,૦૦૦/- ( એક લાખ પચાસ હજાર પુરા) રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
તેમજ અન્ય પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧,૦૦,૦૦૦/- રોકડ પુરસ્કાર આપવામાં
આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જીલ્લા સેવા સદન- બ્લોક -૨, બીજો માળ, પાટણ ખાતેથી મેળવી તા.૨૬/૦૮/૨૦૨૮ સાંજે ૦૫:૦૦ કલાક સુધી માં પરત કરવાના રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહિ.
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પાટણ ખાતે જેટલા ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવેલ હશે. તેટલા જ શ્રી ગણેશ પંડાલની નિર્ણાયકો દ્વારા ચકાસણી કરી, તેમાંથી એક શ્રી ગણેશ પંડાલની પસંદગી કરી જિલ્લાની સ્થાનિક મુલ્યાંકન સમિતિ દ્વારા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે.
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેનાર સ્પર્ધકોએ પંડાલની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફ્સ ક્લિક કરી પેન ડ્રાઈવમાં મોકલી આપવાના રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
