પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી નજીક માનપુરા ગામના પાટિયા પાસે હાઇવે પર દોડતી અર્ટિકા કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી.
પળવારમાં જ ગાડી ધધકતા અગ્નિકુંડમાં ફેરવાઈ જતા હાઇવે પર ભયજનક દ્રશ્ય સર્જાયું અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ.
આ બનાવમાં અર્ટિકા કાર સંપૂર્ણ રીતે બળી ખાખ થઈ ગઈ છે
સદનસીબે ગાડીમાં સવાર ત્રણેય લોકોનો આબાદ બચાવ થયો હોવાથી જાનહાની ટળી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
