પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં આવેલ ઐતિહાસિક અને પુરાણિક ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે એક મહિના પહેલા ચોરીની ઘટના બની હોવા છતાં આજદિન સુધી ફરિયાદ દાખલ ન થતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
મંદિરના ટ્રસ્ટી દ્વારા વારાહી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવા જતાં પોલીસએ ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. માત્ર એટલું જ નહીં, પરંતુ પોલીસના બેદરકારીભર્યા વર્તનથી ટ્રસ્ટીનું અપમાન થયું હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
લોકોનું કહેવું છે કે ચોરી જેવી ગંભીર ઘટના સામે ન્યાય મેળવવાની જગ્યાએ પોલીસ ઉલટું ફરિયાદથી પલાયન કરે છે. જેના કારણે સ્થાનિકોમાં આક્ષેપો અને આક્રોશ વધ્યો છે. પોલીસની બેદરકારી અને અવગણનાને કારણે ન્યાયનો માર્ગ બંધ થતો જોવા મળી રહ્યો છે.
વારાહી પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે – લોકોની સુરક્ષા અને ન્યાય માટે આવેલી પોલીસ જ જો ફરિયાદ સાંભળે નહીં તો પછી ન્યાય માટે લોકો ક્યાં જઈ શકે? એવો સવાલ લોકો પૂછતા જોવા મળે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
