વર્ષોની પરંપરા મુજબ આજરોજ વહેલી સવાર થી ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકર ના સેવકો અને વિહળ પરિવાર ઠાકર શ્રી વિહળાનાથના અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ લેવા આવેલ સવારે યજમાન પરિવાર દ્વારા બ્રાહ્મણો ના મંત્રોચ્ચાર સાથે વિધિવિધાન ધ્વજા પૂજન કરી પૂજ્ય બા દ્વારા ધજાજી નું પૂજન કરવામાં આવ્યું
ત્યારબાદ ઢોલ શરણાઈ ના શુરે વાજતે ગાજતે ધ્વજારોહણ કરવામાં આવ્યું આજરોજ અમાસની રસોઈ મહાપ્રસાદનો લાભ યજમાન શ્રી જીવરાજભાઈ નરસિંહભાઈ તુરખિયા તેમજ તુરખીયા પરિવાર એ લીધેલ સવાર થી લઈ સાંજ સુધીમાં ખૂબ જ બહોળી સંખ્યા માં માનવ મહેરામણ ઉમટ્યું હતું સૌ એ ઠાકર શ્રી વિહળાનાથ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના આશીર્વાદ લીધા ત્યારબાદ જગ્યા ના ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના દર્શન કરી પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લઈ પ્રસાદ લઈ ધન્યતા અનુભવી
અહેવાલ કનુભાઈ ખાચર
