પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકાની બેદરકારીના કારણે આજે એક વધુ ચોંકાવનારો બનાવ સામે આવ્યો.
રાધનપુર હાઇવે પર આવેલી રામ ઝૂંપડી હોટલ નજીક ખુલ્લા ગટરમાં ગૌમાતા પડી જતા અફરાતફરી મચી ગઈ.
આ વિસ્તારમાં ગટર પર ઢાંકણા ન હોવાને કારણે વારંવાર અબોલ પ્રાણીઓ તેમજ લોકો માટે જોખમ ઉભું થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, નગરપાલિકા અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ સમસ્યા દેખાતી નથી.
શહેરમાં જ ધારાસભ્ય નિવાસ કરતા હોવા છતાં આવા બનાવો પર ધ્યાન ન આપવું તંત્રની ઉદાસીનતા દર્શાવે છે.
લોકોમાં ચર્ચા છે કે નગરપાલિકા માત્ર ભ્રષ્ટાચારના કાર્યોમાં વ્યસ્ત છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે કોઈ ગંભીર પગલા ભરવા તૈયાર નથી.
નાગરિકોનો આક્ષેપ છે કે તંત્ર કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યું છે,
ત્યારે જ કદાચ આ ખતરનાક ખુલ્લા ગટરો પર ઢાંકણીઓ મુકાઈ શકે.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ
