તા–24,ઓગસ્ટ ના રોજ સિધ્ધપુર બ્રહ્માકુમારીઝ સેન્ટર અને સિધ્ધપુર તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા જનરલ હોસ્પિટલ ની બ્લડ બેન્કના સહયોગથી બ્રહ્માકુમારી સેન્ટર પર મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન અભિયાનમાં લાભ લીધો અને 58 યુનિટ બ્લડ એકત્રિત કર્યું..
જેમાં સંસ્થાના મુખ્ય સંચાલિકા બીકે વિજયાદીદી, રેડક્રોસના અધ્યક્ષ ડૉ.નિશીથભાઇ અજાણી સાહેબ, મંત્રી શ્રી સુરેશભાઈ પંચાલ, પૂર્વ નગરપાલિકા અધ્યક્ષા ડો. સુશીલાબેન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ પુરોહિત,ભાજપના અગ્રણી સભ્ય ભરતભાઈ મોદી, યોગાંજલીના આસિસ્ટન્ટ મેનેજર જીગ્નાબેન હાજર રહ્યા.
આ કાર્યક્રમ દ્વારા વિશ્વમાં ભાઈચારા, એકતા અને સમાજ સેવાનો સંદેશ સંસ્થા દ્વારા આપવામાં આવ્યો..
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
