પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં થોડા મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલ ડામર રોડ પ્રથમ જ વરસાદમાં ધોવાઈ જતાં નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
લોકોનો આક્ષેપ છે કે ગુણવત્તા વગરનું કામ કરી જાહેર નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
રસ્તો તૂટી જતા હવે નગરપાલિકા દ્વારા માત્ર ઈટોના ભૂકા નાખી નામ પૂરતું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે.
નાગરિકોનો સવાલ છે કે રોડ બનાવતી વખતે ગુણવત્તા ચકાસણી કેમ ન થઈ?
સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જવાબદારી નક્કી કરવામાં આવે.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ
