પાટણ શહેરના ખોડિયારપુરા વિસ્તારમાં રહેતા 11 વર્ષીય ઠાકોર વ્રજસિંહ વિક્રમસિંહે પોતાની કલા અને સર્જનાત્મકતા વડે ગણેશ ચતુર્થી નિમિત્તે માટીની સુંદર મૂર્તિ તૈયાર કરી.
ખોડિયારપુરા પ્રાથમિક શાળાના ધોરણ 5માં અભ્યાસ કરતા વ્રજસિંહે માત્ર 25 મિનિટમાં જ આ અનોખી મૂર્તિ તૈયાર કરી, જેને જોઈને પરિવારજનો અને વિસ્તારના લોકો ચકિત થઈ ગયા.પર્યાવરણને અનુકૂળતા જળવાઈ રહે તે માટે વ્રજસિંહે કોઈપણ રંગ કે પ્લાસ્ટરની મદદ લીધા વગર કુદરતી માટીનો ઉપયોગ કર્યો છે. મૂર્તિ સાથે પરંપરાગત લાડુનો થાળ પણ બનાવી ખાસ આકર્ષણ ઊભું કર્યું છે.ગણેશ ચતુર્થીના પાવન અવસર પર ઘેરૂં વાતાવરણ સર્જાયું હતું અને અનેક લોકોએ આવી પ્રતિભાને વધાવી. પરિવારજનોએ જણાવ્યું કે, “બાળકમાં કળા પ્રત્યેનો ઉત્સાહ અને પર્યાવરણ પ્રત્યેનો સંદેશ અન્ય બાળકો માટે પ્રેરણા સમાન છે.”
આવા પ્રયાસો માત્ર પરંપરા જાળવી રાખતા નથી, પણ નવા પેઢીને સ્વદેશી હસ્તકલા અને પર્યાવરણપ્રેમી ઉજવણી તરફ પણ પ્રેરિત કરે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
