પાટણમાં આવેલ સ્વર સંદીપ મ્યુઝિકલ કલબ ના સભ્યોનો ” યે શામ મસ્તાની વિથ સ્વર સંદીપ”કાર્યક્રમ પાટણના રેડક્રોસ ભવન હોલમાં ગઈકાલે સાંજે 7 વાગ્યે 100 થી વધારે પરિવારોની ઉપસ્થિતિમાં યોજાયો.
જેમાં મહેમાન તરીકે શ્રીમતી ડોક્ટર લીલાબેન મહેન્દ્રભાઈ સ્વામી (રિટાયર્ડ પ્રિન્સિપાલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ,ઊંઝા.) અને શ્રીમતી ડોક્ટર સ્મિતાબેન હરેશભાઈ વ્યાસ ( પ્રોફેસર લો કોલેજ, પાટણ). કાર્યક્રમમાં હાજર રહી શોભા વધારી હતી. દીપ પ્રાગટ્ય મહેમાનો દ્વારા કરાયું હતું અને સંદીપભાઈ ખત્રી અને અનિતાબેન દ્વારા પુષ્પ ગુછ અને સાલ દ્વારા મહેમાનોનું સન્માન કરાયું હતું. મહેમાનો એ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે સ્વર સંદીપ દ્વારા ચલાવતા કરાઓકે આધારિત ક્લાસમાં ઘરકામ કરતી બહેનો ,વડીલો તેમજ બાળકોને પ્રોત્સાહિત કરી તેમને જે મનની ઈચ્છા ગીત ગાવાની હતી તેને માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. અને આ બાબત ખૂબ જ પ્રશંસનીય અને અભિનંદનને પાત્ર છે. સાથે સાથે આશીર્વાદ આપ્યા કે આ કલબ ખૂબ જ પ્રગતિ કરીને દેશ દુનિયામાં કલાને પહોંચાડી “ગિનિસ બુક ઓફ વર્લ્ડ” માં નામ નોંધાવે તેવી શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમમાં 32 કલાકારોએ સુંદર ગુજરાતી ગીતો ,હિન્દી જુના ગીતો, ગરબા અને ગઝલો રજૂ કરી સમગ્ર હોલને તાળીઓના ગડગડાટ થી ગુંજાવી દીધો હતો. કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન શેર શાયરી સાથે જ્યોતિબેન પટેલે કર્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
