રાધનપુરમાં એસટી બસના કન્ડક્ટર દ્વારા વિદ્યાર્થી સાથે દુર્વ્યવહારનો બનાવ સામે આવ્યો છે.
માહિતી મુજબ સોમનાથ–રાધનપુર રૂટ પર ચાલતી બસમાં કન્ડક્ટર દશરથ ચૌધરીએ બે વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી મારપીટ કરી હતી.
કન્ડક્ટરે મુસાફરો સામે જ તાનાશાહીભર્યા શબ્દોમાં કહ્યું કે,
“એક કલાક સુધી ગાડી ઉભી રહેશે, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય કરો,” અને સાથે જ વિદ્યાર્થીઓને ધમકી આપી, “વિડિઓ ઉતારશો નહીં, નહિંતર ડ્રાઇવર બસ ઉભી જ રાખશે.”
આ ઘટનાથી મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પીડિત વિદ્યાર્થી આયર વિષ્ણુભાઈ અને આયર વિશાલભાઈ, બંને સાંતલપુર તાલુકાના ડાલડી ગામના રહેવાસી છે.
ઘટનાની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. નગર સેવક જયાબેન ઠાકોરે પણ તંત્ર સામે કડક સવાલો ઉઠાવતા ન્યાયિક તપાસની માંગ કરી છે.
તેઓએ ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
