પાટણ જિલ્લાના ધારપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આંખના દર્દીઓ માટે આધુનિક સારવાર સુવિધા શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના આંખ વિભાગમાં અદ્યતન લેઝર મશીન કાર્યરત કરાયું છે, જે GETCO કંપનીના CSR ફંડ અંતર્ગત ઉપલબ્ધ થયું છે.
આ સુવિધા માટે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પારુલ શર્માના પ્રયત્નો મહત્વપૂર્ણ સાબિત થયા છે. મશીનનું ઉદ્ઘાટન ડીન ડૉ. હાર્દિક શાહ, ડૉ. પારુલ શર્મા તથા અધિક ડીન ડૉ. બથીજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંખ વિભાગના વડા ડૉ. સોનલ અગ્રવાલ, વિવિધ વિભાગોના તજજ્ઞો, RMO, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, સ્ટાફ સભ્યો તથા OPD દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી સુવિધાથી મોતિયાના ઓપરેશન બાદ થતી છારી અને ઝામર જેવી પરેશાનીઓ માટે હવે દર્દીઓને અન્ય સ્થળે જવું નહીં પડે. ધારપુર મેડિકલ કોલેજમાં આ સેવા કાયમી ધોરણે ઉપલબ્ધ રહેશે, જે પાટણ સહિત આસપાસના વિસ્તારોના આંખના દર્દીઓ માટે મોટી રાહત સાબિત થશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
