August 30, 2025 3:58 am

Rapar : રાપરના માલીવાસ મધ્યે પરંપરાગત ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન

રાપર: નાંદસર રોડ,અંબે માતાજી મંદિર ના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવના ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ જેમાં ગણેશજીનાદ સાથે સમગ્ર વાસ ગુંજી ઉઠ્યો હતો.

આ જગ્યા પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજી અલૌકિક શણગાર, આરતી, પ્રસાદ, રસોત્સવ, બટુક ભોજન વગેરે આયોજનો કરવામાં આવે છે. માલીવાસના રહેવાસીઓ મોહન ભાઈ માલી, છગનભાઈ માલી,બળદેવગીરી ગોસ્વામી,નરેશભાઈ સોલંકી,રમેશભાઈ માલી,કાનજીભાઈ માનાણી, હરેશભાઈ માલી,પ્રવીણભાઈ ચૌહાણ,રમેશભાઈ ઠાકોર,વાલજીભાઈ માલી,કાંતિભાઈ માલી,ભગવાનજીભાઈ માલી,બેચરભાઈ પરમાર,મહેશભાઈ માલી,જીતેશભાઇ માલી,છગનભાઈ માલી, સંકરભાઇ માલી,વિશાલભાઈ માલી,મોહનભાઈ માલી,જીતેન્દ્રભાઈ માલી, શેરીની મહિલા મંડળ ની બહેનો,બાળાઓ વગેરે હજાર રહ્યા હતા. માલીવાસ ને ગણેશ મહોત્સવ ની રાપર માલી સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઈ માલીએ શુભેચ્છા પાઠવી હતી. એવું માલી સમાજ રાપર ના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ રામજીભાઈ માલી એ જણાવ્યું હતું.

રિપોર્ટર સુનિલભાઈ રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें