ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ગોરસ ગામે ઋષિ પંચમીના પાવન અવસરે ભાવિકોએ માલણ, રોજકી અને ગુપ્તગંગાના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ધન્યતા અનુભવી.
પવિત્ર જળમાં સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓએ જડેશ્વર મહાદેવ તથા બિલેશ્વર મહાદેવના દર્શન કરી ધાર્મિક આનંદનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગે મહંત શ્રી બાલગિરિ બાપુના પાવન આશીર્વાદ પ્રાપ્ત થતા ભક્તિભાવ અને ઉમંગનું વાતાવરણ સર્જાયું હતું. ત્રિવેણી સંગમસ્થળે ઋષિ પંચમી નિમિત્તે થયેલા ધાર્મિક કાર્યક્રમમાં ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી અનેક શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સંગમસ્થળે ભજન-કીર્તન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી આખું પરિસર ભક્તિમય બની ઉઠ્યું હતું.
રિપોર્ટ. અશ્વિન ચાવડા- મહુવા
