August 30, 2025 3:56 am

Patan : પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસ હોર્ડિંગ્સને લઇ હોબાળો, ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને સામસામે

પાટણ શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજકીય હોબાળો મચ્યો હતો.

ધારાસભ્યને શુભેચ્છા પાઠવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં જન્મદિવસના હોર્ડિંગ્સ લગાવ્યા હતા.

પરંતુ આ હોર્ડિંગ્સ નગરપાલિકાની પરવાનગી વિના લગાવવામાં આવ્યા હોવાના કારણે નગરપાલિકાના ચીફ ઓફિસરે તેને ગેરકાયદેસર ગણાવતાં તાત્કાલિક ઉતારવા આદેશ કર્યો હતો.

ચીફ ઓફિસરના આદેશ બાદ નગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ ઉતારવા પહોંચી.

પરંતુ આ કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કડક વિરોધ નોંધાવતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

કાર્યકરો હોર્ડિંગ્સ ઉતારવા દેતા ન હોવાથી સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો.

સ્થિતિ એટલી તંગ બની કે ચીફ ઓફિસર અને ધારાસભ્ય કિરીટ પટેલ પોતે સામસામે આવી ગયા.

આ સમયે ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને “ગુંડા” તરીકે સંબોધ્યા હોવાનો આક્ષેપ થયો છે.

ચીફ ઓફિસરના આ શબ્દો પછી કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

પ્રત્યાઘાત રૂપે ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર સામે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.

તેમણે જણાવ્યું કે, “ચીફ ઓફિસરે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. આવી ભાષા વાપરવી યોગ્ય નથી.”

આ સમગ્ર ઘટનાને લઇ પાટણ શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

હોર્ડિંગ્સ જેવા નાના મુદ્દા પરથી ધારાસભ્ય અને ચીફ ઓફિસર આમને સામસામે આવી જતા નગરજનોમાં પણ ભારે ચર્ચા-ચકરાટ ચાલી રહ્યો છે.

કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકાની કાર્યવાહી વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે, જ્યારે નગરપાલિકા તંત્ર પોતાની કામગીરીને નિયમસર ગણાવી રહ્યું છે.

આ ઘટનાથી સ્પષ્ટ છે કે પાટણમાં રાજકીય ઘર્ષણ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બનવાની સંભાવના છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें