પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ થી ચાલી આવતી પરંપરા પ્રમાણે આ વર્ષે પણ તરણેતર શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા રોહણ કરવામાં આવી
પૂજ્ય શ્રી વિસામણબાપુએ પોતે પહેરેલી પાઘ મહાદેવના મંદિર પર ધજા સ્વરૂપે ચડાવી ત્યારથી લઇ અને આજ સુધીની આ પરંપરા ને પાળીયાદના ગાદીપતિઓએ જીવંત રાખી છે તરણેતર વિશ્વ પ્રસિદ્ધ મેળો જે થાન પાસે આવેલ તરણેતર ગામમાં ઉજવવામાં આવે છે આ મેળાની શરૂઆત પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના ગાદી પતિ ધજા પૂજન કરી ધજા રોહાણ કરે પછી આ મેળો ખુલ્લો મુકવામાં આવે છે આ વર્ષો જૂની પરંપરાને આજે પણ સાંસ્કૃતિક રીતે ઉજવવામાં આવે છે ત્યારે ગત તારીખ ૨૭/૦૮/૨૦૨૫ ને બુધવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય શ્રી ભયલુબાપુ પૂજ્ય શ્રી ગાયત્રીબા પૂજ્ય શ્રી દીયાબા પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુ સમસ્ત ઠાકર પરિવાર દ્વારા બ્રાહ્મણો ના મંત્રોચ્ચાર સાથે વિધિવિધાન ધ્વજા પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ ઢોલ શરણાઈ ના શુરે વાજતે ગાજતે રાસ મંડળીઓ દ્વારા ભવ્ય રાસ રમી ભવ્ય શોભાયાત્રા નીકળી ધ્વજારોહણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં ઠાકર પરિવાર અને વિહળ પરિવાર જોડાયા હતા.
અહેવાલ કનુભાઈ ખાચર
