તારીખ ૨૮/૦૮/૨૦૨૫ ને ગુરુવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ બોટાદ વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી સૌરભભાઈ પટેલ ના જન્મદિવસ નિમિત્તે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો
આ કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને જગ્યા ના ગાદીપતિ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા દ્વારા દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ આપી સમારોહ ની શરૂઆત કરી પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ પુષ્પમાળા પહેરાવી ઠાકર ની સ્મૃતિ ભેટ આપી સાહેબ ને શુભેચ્છા પાઠવી ત્યારબાદ વિધવિધ ક્ષેત્ર ના સૌ ભાજપ ના આગેવાનો દ્વારા પણ સાહેબ નું સન્માન કરી શુભકામના પાઠવવામાં આવી આ કાર્યક્રમ માં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને સૌ એ ઠાકર નો પ્રસાદ લઈ જગ્યા ની મુલાકાત અને વિકાસ જોઈ ધન્યતા અનુભવી
અહેવાલ કનુભાઈ ખાચર
