તારીખ:29-08-2025 ના રોજ શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 બોટાદમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકોએ જુદી જુદી રમતો જેવી કે સંગીત ખુરશી, કોથળાદોડ ,ત્રિપગી દોડ, બેલેન્સ દોડ ,કબડી ,ખોખો , લબાચા દોડ જેવી રમતો માં હોંશે હોંશે ભાગ લીધો હતો. તેમજ પ્રાર્થના સભામાં બાળકોને જેઓના માનમાં આ દિવસ ઉજવાય છે તેવા મેજર ધ્યાનચંદન જીવન વિશે માહિતી આપવામાં આવી હતી.અને જીવનમાં રમત ગમતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું .તેમજ આજના દિવસે શ્રી આર,સી,એ,શાહ બોયઝ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય દીપકભાઈ દેવાણી તરફથી બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને આચાર્ય શ્રી હરેશભાઈ ભોજક દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.
અહેવાલ કનુભાઈ ખાચર
