સહકાર થી સમૃદ્ધિ – ૨૦૨૫ : સિધ્ધપુર અને ઊંઝા તાલુકાની સહકારી સંસ્થાઓનો સેમિનાર
દેશની પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે.:- કેન્દ્રીય મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂત
કેન્દ્રીય મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ, સિધ્ધપુર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ અંતર્ગત સેમિનાર અને સંવાદ કાર્યક્રમ યોજાયો. જેમાં કેબિનેટ મંત્રીશ્રીએ સહકારી આગેવાનોને સાથે સંવાદ કરી સહકાર ક્ષેત્રની તકો અને ભવિષ્યની દિશા પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સને ૨૦૨૧ માં સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી હતી. જેની જવાબદારી ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આપી. જેના લીધે શ્રી અમિતભાઈ શાહના સહકાર ક્ષેત્રના અનુભવના લીધે ગામડામાં સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે. ખેડૂત ભાઈઓ અને પશુપાલકો માટે પાયાની સુવિધાઓ ઘર આંગણે ઉપલબ્ધ થવાથી તેમની આવકમાં વધારો થવા લાગ્યો છે. જેથી આપણી સૌની જવાબદારી છે કે છેવાડાના ગામડાના માનવી સુધી સત્ય હકીકત પહોંચાડીએ. મને લાગે છે કે આ દેશની પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે.
કેબિનેટ મંત્રીશ્રી એ વધુમાં જણાવતા કહ્યું હતું કે આપને આપણા દેશને સક્ષમ બનાવવા માટે આપણે સંકલ્પ લેવો પડશે કે આપણે આપણા દેશમાંથી બનતી વસ્તુઓનો ઉપયોગમાં લેવી પડશે. અર્થાત્ સ્વદેશી અપનાવવાનો સમય આવી ગયો છે. ભૂતકાળમાં એમ કહેવામાં આવતું કે ભારત સોનાની ચિડિયા છે, જેથી આપણા દેશને ગૌરવાન્વિત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સને ૨૦૪૭ સુધીનો રોડમેપ બનાવવામાં આવ્યો છે. જેના લીધે આપણો દેશ આત્મનિર્ભર બનશે જેનો લાભ દેશવાસીઓને અચૂક મળશે.
આ પ્રસંગે એપીએમસીના ચેરમેનશ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી જશુભાઇ, શ્રી રણજીતભાઈ, ડિરેક્ટરશ્રીઓ, સેવા સહકારી મંડળી અને દૂધ મંડળીઓના પ્રમુખશ્રીઓ અને મંત્રીશ્રીઓ, સંગઠનના આગેવાનો શ્રી શંભુભાઇ દેસાઈ, સભાસદો, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
