પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૧૭૦૨૦૨૫૦૭૧૪/ ૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(૨),૫૪ મુજબના ગુનાના કામે પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર માંથી ગઈ તા.૨૦/૦૮/૨૦૨૫ ના રાત્રી ના સમયે મંદીરમાંથી દાન પેટી લઇ જઈ અને જે દાનપેટી માંથી રૂ.૧,૯૧,૦૦૦/-આશરાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઈ જતાં ઉપરોકત જણાવ્યા મુજબનો ગુનો તા.૨૦/૦૮/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ.
જેથી મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ પાટણ દ્રારા વણશોધાયેલ મંદીર ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો દ્રારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા ટેકનિકલ તથા નેત્રમ પ્રોજેકટ હેઠળના સી.સી.ટી.વી કેમેરા તથા હ્યુમન સોર્સ દ્રારા તપાસ કરતાં સી.સી.ટી.મા એક સફેદ કલરની વર્ના ગાડીની સંકાસ્પદ હિલચાલ જણાઇ આવેલ જે સી.સી.ટી.વી. ફુટેજ તેમજ ટેકનીકલ તેમજ હયુમન સોર્સીસ થી તપાસ કરતા સદરી વર્ના ગાડી લઈ ચોરી કરવા
આવેલ ઇસમો બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના આજુબાજુના ગામના ઇસમો સદર ચોરીમા સંડોવાયેલ હોવાની હકીકત મળતા જે આધારે સદરી મંદિર ચોરીમા સંડોવાયેલ ચાર ઇસમો પૈકી ત્રણ ઇસમોને પકડી પાડી ખંત પુર્વક યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ ગુનાની કબુલાત કરતા જણાવેલ પોતે આજથી આશરે દસેક દિવસ અગાઉ સહ આરોપીઓ સાથે મળી પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર માંથી દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા સદરી ઇસમો પાસે થી રોકડ રકમ રૂ.૫૧,૯૬૦/- તથા મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૧૫૦૦૦/- તથા વર્ના ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા ચોરી કરવા માટે ઉપયોગ કરેલ એક લોખંડ ની કૌંસ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૫,૬૬,૯૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓને પાટણ શહેર મુકામે અટક કરી આરોપી તથા કબ્જે કરેલ મુદ્દામાલ પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે. સદર આરોપીઓએ પોતે એક માસ અગાઉ બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામે એક મંદીરમાં દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરેલ હોવાની પણ કબુલાત કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામુઃ–
(૧) પટેલ ભાવાભાઇ અબાજી વરધાજી રહે લાખણી જી.બનાસકાઠા
(૨) ઉત્તમ આભાજી ખોલવાડીયા (ઠાકોર) રહે-લાખણી, છગનજી ગોળીયા ખોલવાડીયા પરૂ તા.લાખણી જી.બનાસકાંઠા
(3) ઠાકોર ચેતનભાઇ લીલાજી રહે-ધ્રોબા તા.લાખણી જી.બનાસકાંઠા હાલ રહે-ચાગોદર રોયલ ક્રાઉન સનમાઇકા ફેક્ટરી અમદાવાદ
પકડવાના બાકી આરોપીનુ નામ સરનામુઃ-
(૧) અંકીત ભેરાજી ઠાકોર રહે-ધ્રોબા ગામ તા.લાખણી જી.બનાસકાંઠા
કબજે કરેલ મુદામાલની વિગતઃ–
(૧) રોકડ રકમ રૂ.૫૧,૯૬૦/-
(૨) મોબાઇલ નંગ ૦૩ કિ.રૂ.૧૫૦૦૦/-
(૩) હુન્ડાઇ વર્ના ગાડી કિ.રૂ.૫૦૦,૦૦૦/-
(૪) ચોરી કરવા માટે ઉપયોગ કરેલ એક લોખંડ ની કોંસ કિ.રૂ.૦૦/00
એમ મળી કુલ રૂ.૫,૬૬,૯૨૦/-
શોધાયેલ ગુનાની વિગતઃ-
(૧) પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૧૭૦૨૦૨૫૦૭૧૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(૨),૫૪ મુજબ
(૨) એકાદ માસ અગાઉ બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામે થયેલ જોગણી માતાજી મંદીર ચોરીની કબુલાત કરેલ છે.
