August 31, 2025 3:30 am

Rajkot : રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડીયાના ૭માં તાલીમ કેમ્પમાં બલરામ જ્યંતિની ઉજવણી

રાજકોટમા તા.૩૦-૦૮-૨૦૨૫ના રોજ રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાના સાતમાં તાલીમ કેમ્પમાં ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખની રાહબારી નીચે ખેડૂતોના ઇસ્ટ દેવ ભગવાન બલરામ એટલે કે કૃષ્ણના મોટાભાઈનો જન્મદિવસ ધામધુમથી ઉજવવામાં આવ્યો.

અને ખેડૂતોના ઇસ્ટદેવ બલરામ ભગવાનનો જન્મ ભાદરવા સુદ – ૬ ને દિવસે થયેલ. તેની ઉજવણી નિમીતે ભગવાન બલરામની જ્ય, ગૌમાતા કી જ્ય, ભારતમાતાકી જ્ય, જ્ય જવાન, જ્ય કિસાન બોલાવી- રેવન્યું નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયાની લીલીછમ વાડીમાં કરવામાં આવી.અને ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખે બધા ખેડૂત મિત્રોને તેમજ તેમના સ્નેહી મિત્રો સર્વોને બલરામ જ્યંતિ નિમીતે દર વર્ષે ૧થી પાંચ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો.અને પર્યાવરણ શુદ્ધ બનાવો, તેમજ હરીયાળી ક્રાંતિ લાવવા જણાવ્યું હતું….., તેમજ તે ૭માં તાલીમ કેમ્પમાં તમે જ તમારા વકીલ બનો તે રેવન્યું વિષય ઉપર સુંદર અને સરળ ભાષામાં સમજાવ્યું. ખેડૂતને મામલતદાર ઓફિસે થતા કાર્યો તેમજ સર્વે ભવનમાંથી થતા કાર્યો વિષે વિસ્તૃત વાત કરી, તેમજ ખેડૂતને કંઈ અરજી ક્યાં કરવી કેવી રીતે કરવી, ટીપ્પણ, સાંકળમાપ, કડી માપ, ખેતરનું નામ સુધારણા, ઘટતી નોંધ ઉમેરવી, વધારાની નોંધ કાઢવી, કુવામાંથી પાણી લેવાનો હક કમી કરવો,૭/૧૨માં માં નામ સુધારણા, પ્રાતમાં કેમ અરજી કરવી, નવી શરતની જમીન, જૂની શરતની જમીન,તેમજ એકત્રીકરણ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને જરૂર વગર કરવી નહિ. પ્રથમ પ્રમોલગેશન તેમજ પ્રમોલગેશન વિશે વિસ્તૃત માહિતી આપી.તેમજ રેવન્યુ ગુરૂ રમણીકભાઈના તાલીમ કેમ્પમાં ૬થી ૬૦૦ કિલોમીટર સુધીથી તાલીમમાં ખેડૂતો લાભ લે છે. રેવન્યું ગુરૂનો મુખ્ય ઉદેશ જગતનો તાત એટલે કે ખેડૂત રેવન્યુંનું ખરું જ્ઞાન ધરાવતો હોય તો વ્યવસ્થિત સમજી વિચારીને આગળ વધે તો ભવિષ્યના કજીયા ઓછા થાય. તે ઉપરાંત આવખતે અમુક ખેડૂત ભાઈઓને અધ્યક્ષ સ્થાન આપી થોડો ફંડ કરી અમુક ખેડૂતપુત્રો દૂરથી આવે અને ખરેખર આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને તેમને રેવન્યુની વ્યથા હોય તો તાલીમ કેમ્પમાં નોર્મલ ફીમાં પણ ૫૦ ટકા રાહત આપશે તેમજ હકીકત વધારે નબળી પરિસ્થિતિ લાગે તો ટીકીટ પણ આવવા જવાની ફ્રી કરી આપશે. રેવન્યુ રાહબરનો હેતું ખુબજ શુદ્ધ અને પ્રમાણીક અને દીર્ધદ્રષ્ટિથી વિચારે છે.🌹જ્ય બલરામ🙏

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ